ટ્રમ્પ ટેરિફની અસર: ભારત પર ટેરિફ, પણ ટ્રમ્પના લોકો માટે આંચકો, દરેક અમેરિકન પરિવારને રૂપિયા 2 લાખનું નુકસાન

Donald trump: એસબીઆઇના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકામાં 20% સરેરાશ ટેરિફથી છૂટક ફુગાવો 2.4% વધશે, ભારતીય ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ-જ્વેલરી ક્ષેત્રોને મોટો ફટકો પડી શકે છે.
અમેરિકામાં મોંઘવારી ઝડપથી વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે હાલમાં લગાવવામાં આવેલા ભારેખમ આયાત ટેક્સ એટલે કે ટેરીફ. એસબીઆઇના એક અહેવાલ મુજબ, અમેરિકાએ તેની મોટાભાગની આયાત પર સરેરાશ 20% ટેરિફ લાદ્યો છે, જેનાથી અમેરિકન બજારમાં વસ્તુઓ મોંઘી તો થશે જ, પરંતુ તે ભારત જેવા દેશોના વેપાર અને નિકાસ પર પણ અસર કરી શકે છે.
અમેરિકામાં ફુગાવો કેમ વધી રહ્યો છે?
એસબીઆઇના અહેવાલ મુજબ, અમેરિકા દર વર્ષે અન્ય દેશોમાંથી લગભગ 3.26 ટ્રિલિયન ડોલર ( રૂપિયા 272 લાખ કરોડ)ની કિંમતની વસ્તુઓની આયાત કરે છે. જ્યારે આ સમગ્ર આયાત પર 20% કર લાદવામાં આવશે, ત્યારે તે પોતાનામાં જ એક મોટો ફટકો હશે. આ ટેક્સ એક પ્રકારનો સપ્લાય શોક છે, એટલે કે, માલની કિંમત પહેલા જ સ્તરે વધી જાય છે, જે ધીમે ધીમે ગ્રાહક સુધી પહોંચે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક્સને કારણે, યુએસ રિટેલ ફુગાવો (સીપીઆઇ) તાત્કાલિક 2.4% વધી શકે છે, અને લાંબા ગાળે પણ આ વધારો 1.2% પર રહી શકે છે.
અમેરિકન પરિવારો પર તેની કેવી અસર પડશે?
એસબીઆઈએ એવું અનુમાન લગાવ્યું છે કે, આ ટેક્સના કારણે પ્રત્યેક અમેરિકી પરિવારને સરેરાશ 2400 ડોલર એટલે કે લગભગ રૂ. બે લાખનો વાર્ષિક બોજ પડશે. ગરીબ પરિવારો પર આનો સૌથી વધુ બોજ પડશે કારણ કે તેમની આવકનો મોટો ભાગ ફુગાવાને કારણે મોંઘવારીમાં જતો રહેશે. બીજી બાજુ, ભલે શ્રીમંત પરિવારો ઘણા પૈસા (લગભગ ડોલર 5,000) ગુમાવે પણ, તેમના જીવનધોરણ પર તેની અસર એટલી ગંભીર નહીં હોય.
અમેરિકા ભારતનું સૌથી મોટું માર્કેટ છે, નાણાકીય વર્ષ-2025માં ભારતના કૂલ નિકાસના 20 ટકા હિસ્સો અમેરિકાને જાય છે. અને 2026ના નાણાકીય વર્ષમાં શરૂઆતના થોડા મહીનાઓમાં આ વધીને્ 22.4 ટકા થઇ ગયો છે. ભારત જે 15 મુખ્ય ઉત્પાદનોની નિકાસ કરે છે તેમાંથી 63% ફક્ત અમેરિકામાં નિકાસ થાય છે. આવી સ્થિતિમાં, જો અમેરિકામાં ફુગાવો વધે અને કરવેરાને કારણે ભારતીય વસ્તુઓ મોંઘી થાય, તો ભારતની નિકાસ પર ખરાબ અસર પડી શકે છે.
આ સેક્ટરોને સૌથી મોટો ઝટકો લાગશે
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી અને મશીનરી જેવા સેક્ટરમાં સૌથી વધારે અસર થશે. અત્યાર સુધી આ સામાન પર અમેરિકા કે કોઇ બહુજ ઓછો ટેક્સ લગાવતા હતાં. ઉદાહરણ તરીકે, હીરા, સ્માર્ટફોન અને દવાઓ પર 0% ટેક્સ હતો. પરંતુ હવે આ બધા પર 25% સીધો ટેક્સ લાગશે. આનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે અને ત્યાંના ગ્રાહકો તેને ખરીદવાનું ટાળી શકે છે.
ફાર્મા ક્ષેત્રને બેવડો ફટકો
એસબીઆઇ રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકા ભારતની દવાની લગભગ 47% જરૂરિયાતો ભારતમાંથી પૂર્ણ કરે છે. ભારત ખાસ કરીને જેનેરિક દવાઓ, કેન્સરની દવાઓ અને એન્ટિબાયોટિક્સમાં મજબૂત પકડ ધરાવે છે. પરંતુ જો અમેરિકા હવે આ દવાઓ બીજે ક્યાંકથી ખરીદવાનો અથવા તેને જાતે બનાવવાનો પ્રયાસ કરે છે, તેથી તેમાં ઓછામાં ઓછા 3-5 વર્ષ લાગશે. આ સમય દરમિયાન યુએસ માર્કેટમાં દવાઓની અછત અને કિંમતોમાં વધારો થઈ શકે છે. મોટી ભારતીય ફાર્મા કંપનીઓની આવકનો 40-50% ભાગ યુએસમાંથી આવે છે, તેથી જો 25% ટેક્સ લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેમની આવકમાં 2થી 8% ઘટાડો થઈ શકે છે.
ભારતમાંથી સોલર ઊર્જા અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પર અસર
જ્યારે અમેરિકાએ ચીન પાસેથી સૌર પેનલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો, ત્યારે ભારતમાંથી સૌર ઊર્જા મોડ્યુલની નિકાસ ઝડપથી વધી.પરંતુ હવે જો આના પર 25% ટેક્સ લાદવામાં આવે છે, તો અમેરિકા માટે આ વસ્તુઓ મોંઘી થઈ જશે અને તે અન્ય, કરમુક્ત દેશોમાંથી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરશે. આ જ વાત સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પણ લાગુ પડે છે.
અન્ય દેશોને શું ડીલ મળી?
એસબીઆઇના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાએ ઘણા દેશો સાથે અલગ અલગ ટેરિફની ડિલ કરી છે. વિયેતનામ સાથે 20% ટેક્સનો કરાર થયો છે, પરંતુ જો ત્રીજા દેશનો માલ વિયેતનામ દ્વારા મોકલવામાં આવે છે, તો તેના પર 40% ટેક્સ વસૂલવામાં આવશે. બ્રિટન 10% ટેક્સ માટે સંમત થયું છે અને તેના બદલામાં અમેરિકાએ બ્રિટનને તેના વિમાન એન્જિન અને બીફ અમેરિકાને સરળતાથી વેચવાની સુવિધા આપી છે. જાપાન અને યુરોપિયન યુનિયન પણ 15% ટેક્સ માટે સંમત થયા છે.
ભારતે શું કરવું જોઈએ?
આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે, ભારતના કેટલાક સેક્ટરો જેવા કે, ઓટોમોબાઇલ, એફએમસીજી, ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્સ્ટાઇલ્સ પર અમેરિકાથી આવનારા સામાનો પર 15થી 20 ટકા સુધીનો ટેક્સ (મોસ્ટ ફેવર્ડ નેશન ડ્યુટી) લાગે છે. જો ભારત સરકાર ઇચ્છે તો, તે આ કરમાં થોડો ઘટાડો કરીને અમેરિકા સાથેના વેપાર કરારમાં સુગમતા બતાવી શકે છે. આનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં સુધારો થઈ શકે છે.
| દેશનું નામ | નિકાસ અબજ ડોલરમાં 2024થી |
નિકાસ અબજ ડોલરમાં વર્ષ-2025થી |
કેટલો વધારો થયો (ટકા) | ભારતની કુલ નિકાસમાં હિસ્સો | કૃષિગત સામાન પર સરેરાશ ટેક્સ (ટકા) | બાકી સામાન પર સરેરાશ ટેક્સ (ટકા) |
| અમેરિકા | 77.5 | 86.5 | 11.60% | 19.80% | 35.10% | 12.00% |
| યુએઈ | 35.6 | 35.6 | 36.6 | 2.80% | 8.40% | - |
| નેધરલેન્ડ | 22.4 | 22.8 | 1.80% | 5.20% | 35.10% | 12.00% |
| બ્રિટન | 22.4 | 14.5 | 12.60% | 35.10% | 12.00% | - |
| ચીન | 16.7 | 14.3 | -14.5% | 3.3% | 29.40% | 11.20% |
| સિંગાપોર | 14.4 | 13 | -10.0% | 3.0% | 18.30% | 3.10% |
| સાઉદી અરબ | 11.6 | 11.8 | 1.70% | 2.70% | 35.10% | 12.00% |
| બાંગ્લાદેશ | 11.1 | 11.5 | 3.50% | 2.60% | 5.70% | 1.80% |
| જર્મની | 9.8 | 10.5 | 7.10% | 2.40% | 35.10% | 12.00% |
| ઓસ્ટ્રેલિયા | 7.9 | 8.6 | 8.20% | 2.00% | 35.10% | 12.00% |
| કુલ | 437.1 | 0.10% | 100% | – | – | – |
સ્રોત- એસબીઆઈ રીસર્ચ.

