અમદાવાદમાં AMTS-BRTS ડેપોમાં પે એન્ડ પાર્ક સુવિધા શરૂ થશે, AMTSના પાર્કિંગ પ્લોટમાંથી ૩૦ ટકા જગ્યા જનરલ પબ્લિક માટે ફાળવવામાં આવશે
સોર્સ : gstv
અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMTS અને BRTS દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે... શહેરના અલગ અલગ AMTS અને BRTS ડેપોમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવશે....હેલ્મેટ સર્કલ, અચેર, ચાંદખેડા, નવા વાડજ, આરટીઓ અને મેમ્કો સહિતના ડેપોમાં આ વ્યવસ્થા ઉભી થશે. AMTSના પાર્કિંગ પ્લોટમાંથી ૩૦ ટકા જગ્યા જનરલ પબ્લિક માટે ફાળવવામાં આવશે. હાલના છ પ્લોટ ટેન્ડર પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે, જેમાં અંદાજે 800 ફોર-વ્હીલર અને 5 હજાર 500 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે. મેટ્રો સ્ટેશન આસપાસ રોડ પર થતાં પાર્કિંગ ઘટાડવાનો હેતુ છે. રાત્રી દરમિયાન આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહિ

