Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NSUI Demands Suspension of Professor Holding Student's Collar at Nirma University, NSUI Demonstrates

નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ, NSUIએ કર્યું પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ, NSUIએ કર્યું પ્રદર્શન
સોર્સ : gstv

અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવવાની ઘટના અને ત્યારબાદ તેમના વાઈરલ થયેલા વીડિયોને પગલે ભારે વિવાદ સર્જાયો છે. પ્રોફેસરના આ અયોગ્ય વર્તનને લઈને આજે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)ના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી તંત્ર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. પ્રશાસન દ્વારા માત્ર કમિટી બનાવવાની વાત સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં NSUIએ ચીમકી આપી છે કે જો પ્રોફેસર સામે ત્વરિત સસ્પેન્શનની કાર્યવાહી નહીં થાય તો યુનિવર્સિટી ખાતે જંતર-મંતર જેવું ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

App Store

સ્ટેજ પર બોલાવી વિદ્યાર્થીનો કોલર પકડ્યો હતો

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીએ કરેલી ટિપ્પણીથી નારાજ થઈને પ્રોફેસરે તેને પોતાનું અપમાન ગણાવ્યું હતું. ઉશ્કેરાયેલા પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી જાહેર સ્ટેજ પર જ તેનો કોલર પકડીને ધમકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ વિદ્યાર્થી આલમ અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

કમિટી રચવાને બદલે સીધા સસ્પેન્શનની માંગ

આ દરમિયાન NSUIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'વીડિયો સામે હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન અને વાઈસ ચાન્સલર માત્ર કમિટી બનાવવાની વાતો કરીને સમય વિતાવી રહ્યા છે. આ પ્રોફેસરે ફરી વીડિયો મૂકીને દાદાગીરી બતાવી છે. વિદ્યાર્થીઓના પિતાના પૈસા અને ફીથી આ યુનિવર્સિટી ચાલે છે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે બનાવાઈ છે નહીં કે પૈસા કમાવા માટે. તેથી પ્રોફેસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.'

દિલ્હીના જંતર-મંતર જેવા આંદોલનની ચીમકી

NSUIએ યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટ અલ્ટીમેટમ આપતાં ચેતવણી આપી છે કે જો પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો જે રીતે દિલ્હીમાં જંતર-મંતર પર આંદોલન કરાયું હતું તે જ તર્જ પર યુનિવર્સિટી કેમ્પસમાં દેખાવો ચાલુ રાખવામાં આવશે. જ્યાં સુધી પ્રોફેસરનું સસ્પેન્શન નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી સંગઠન લડત ચાલુ રાખશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News