મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિરમા યુનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓનો વિરોધ

અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે પ્રોફેસરે વિદ્યાર્થીનું કોલર પકડ્યાની ઘટનાને લઈને ABVPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધ

તસવીર: gstv

અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે પ્રોફેસરે વિદ્યાર્થીનું કોલર પકડ્યાની ઘટનાને લઈને ABVPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને પ્રોફેસર માફી માંગે તેવી માંગ કરી હતી. ઘટનાને પગલે યુનિવર્સિટી દ્વારા ત્રણ સિનિયર ડાયરેક્ટરની કમિટી બનાવવામાં આવી છે, જે ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. બીજી તરફ, પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારી વિદ્યાર્થીની માફી માંગી હતી. વિદ્યાર્થીએ પણ પોતાની કમેન્ટ બદલ માફી માંગી હતી.

આ સમાચાર શેર કરો