હજુ કોઈ લિબરલે કે બોલિવૂડના ચાહકે મને ફિલ્મની ટિકીટો મોકલાવી નથી, શું મારે દેશભક્તિ માટે 200 રૂપિયાનો ભોગ આપવો પડશે?

સોશિયલ મીડિયામાં પણ આજકાલ યુદ્ધ ફાટી નીકળ્યું છે, એક બાજુ ધૂરંધર ફિલ્મના ચાહકો છે તો બીજી બાજુ એના વિરોધીઓ છે! આમ જોવા જાવ તો બન્ને ટ્રોલ-ટપોરિયા છે. જુઓ એમના દિમાગમાં શું ચાલી રહ્યું છે. સવારે ઉઠતાંની સાથે જ ધૂરંધર-2ની કમાણીના આંકડા જોઈ લીધા. એમાં બીજા 100-200 કરોડ ઉમેરીને તમામ ગ્રુપમાં ઠપકારી દીધા! સવારનું કામ પુરું થયું. ઉઠ્યો કે તરત જ ધુરંધર-2ની કમાણી આંકડાનો સ્ક્રીન- શોટ લઈને નીચે બોલ્ડ અક્ષોરમાં કોમેન્ટ કરી નાંખી.રાત્રે બે વાગે જાગીને ઉજાગરા કરનારા આટલા બધા મુરખાઓ દેશમાં છે? આંકડાઓ સાવ ટાઢા પહોરનાં (મારું પન જોયું?) ગપ્પા છે!.
ચા પીતાં-પીતાં મેં બોલિવૂડની દેશદ્રોહી ગેંગ સામે મારી એકસો બત્રીસમી પોસ્ટ લખી નાંખી: એમની ઊંઘ હરામ થઈ ગઈ છે! ફિલ્મ દીઠ 500-500 કરોડ માંગનારા હવે કડકા થઈ જવાના છે!.જોકે એ પછી ફોનમાં બેલેન્સ પતી ગયું હોવાથી મેં એક કાર્યકર્તાને રિ-ચાર્જ માટે મેસજ કર્યો પણ એણે રિપ્લાય કર્યો નહીં. ચા પીધા પછી તમામ ઈન્ટેલેક્ચયુઅલ લોકોની પોસ્ટો વાંચ્યા વિના જ કોપી પેસ્ટ કરીને બધા ગ્રુપોમાં વહેતી કરી દીધી છે.
કેમકે વાંચવા રહું તો માથું ચડી જાય એવી અઘરી ભાષા હોય છે! અને બીજી ચા માટે પત્નીને કહું તો એનો મૂડ બગડી જશે. ફિલ્મમાં એક ટકો પણ પ્રોપેગેન્ડા નથી, બધું જ સત્ય છે.છેલ્લા 15 દિવસથી આવો પ્રોપોગેન્ડા ચલાવું છું, છતાં મને હજુ કોઈએ ધૂરંધર-2ની ટિકીટ પણ મોકલાવી નથી! શું મારે દેશભક્તિ માટે 200 રૂપિયાનો ભોગ આપવો પડશે? એક્ચ્યુઅલી, ધૂરંધર-1માં એવું તે વળી શું જોવા જેવું છે? એવો લેખ લખવા માટે મેં બાર વખત જોયેલી, પણ આ વખતે હજુ કોઈ લિબરલે કે બોલિવૂડના ચાહકે મને ફિલ્મની ટિકીટો મોકલાવી નથી. હવે મૂવી જોયા વિના ક્યાં સુધી લખ્યા કરવાનું.

