Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : New Amrit Bharat Express will run from Bhuj to Bihar, know the route and time of the train

ભુજથી બિહાર સુધી દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, જાણો ટ્રેનનો રૂટ અને સમય

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ભુજથી બિહાર સુધી દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, જાણો ટ્રેનનો રૂટ અને સમય
સોર્સ : gstv

ભુજથી બિહારના બરૌની વચ્ચે ભારતીય રેલવે દ્વારા નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. 2,532 કિ.મીનું અંતર કાપનાર આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારને જોડશે. ટ્રેનના સંચાલનને રેલવેએ મંજૂરી આપી છે.

App Store

ભુજથી સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે

ટ્રેન નંબર 19427 ભુજ–બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ભુજથી સાંજે 5.30 કલાકે ઉપડશે અને બરૌની ખાતે બીજા દિવસે સવારે 4.05 કલાકે પહોંચશે. આ સેવા સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે.

પરત ફરતી ટ્રેન નંબર 19428 બરૌની–ભુજ અમૃત ભારત એક્સપ્રેસ બરૌનીથી રાતે 11.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.15 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન મંગળવાર, ગુરુવાર અને શનિવારે દોડશે. નવી સેવા શરૂ થતાં કચ્છ સહિતના વિસ્તારોમાંથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પેસેન્જરોને વધુ એક રેલ કનેક્ટિવિટી મળશે.

અમદાવાદ સહિત આ મહત્ત્વના સ્ટેશનો જોડાશે

નવી ટ્રેનના કોમર્શિયલ સ્ટોપેજમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઇઝ્ઝતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે.