Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NEET exam : More than 78 thousand students of Gujarat will appear.

પેપર લીક વિવાદ વચ્ચે આજે દેશભરમાં ફરી NEET પરીક્ષા: ગુજરાતના 78 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
પેપર લીક વિવાદ વચ્ચે આજે દેશભરમાં ફરી NEET પરીક્ષા: ગુજરાતના 78 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ
સોર્સ : gstv

NEET-UG Exam Live: વિરોધ, આક્રોશ અને લાખો વિદ્યાર્થી-વાલીઓની ચિંતા વચ્ચે આવતીકાલે ૨૧ જૂને દેશભરના અને વિદેશના મળીને ૫૪૪૦ કેન્દ્રોમાં ફરીવાર નીટ લેવામાં આવશે. જો કે મળતી માહિતી મુજબ ગુજરાતના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આજે મોડી સાંજ સુધી હોલ ટિકિટ જ ડાઉનલોડ કરી ન હોઈ પરીક્ષા ન આપે તેવી શક્યતા છે. પ્રથમવાર નીટમાં ૧૫ મીનીટનો સમય વધુ આપવામાં આવતા સવા ત્રણ કલાકની પરીક્ષા રહેશે. ગુજરાતના ૭૮૮૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉ કરતા વિદ્યાર્થી ઘટ્યા છે.

App Store

ગત પરીક્ષામાં પેપર લીક થયા બાદ રદ્દ કરાઇ હતી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષા બાદ પેપર લીકની ઘટના સામે આવતા એનટીએ દ્વારા પરીક્ષા રદ કરીને ૨૧ જૂને ગોઠવવામાં આવી હતી. એનટીએ સહિત કેન્દ્ર સરકારની શાખ બચાવવા માટે મોટા પડકારરૂપ આ ફરીવારની નીટ આવતીકાલે રવિવારે દેશના ૫૫૧ શહેરોમાં અને વિદેશના ૧૪ કેન્દ્રો સહિત ૫૪૪૦ કેન્દ્રોમાં લેવાશે. એનટીએ દ્વારા એક સપ્તાહ પહેલાં એક્ઝામ એડમિટ કાર્ડ (હોલટિકિટ) ઓનલાઇન ઈસ્યુ કરી દેવાયા હતા.

દોઢ લાખથી વધારે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા નથી

જો કે મળતી માહિતી મુજબ આજે મોડી સાંજ સુધીમાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ ડાઉનલોડ કર્યા નથી. એનટીએ દ્વારા અનેકવાર સૂચના-મેસેજ આપવા છતાં વિદ્યાર્થીઓએ એડમિટકાર્ડ ડાઉનલોડ ન કરતાં ૨૧ લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપે તેવો અંદાજ. અગાઉની નીટમાં ૨૨.૭૯ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. એનટીએ દ્વારા કેટલાક સેન્ટરો રદ કરાયા છે અને કેટલાક નવા સેન્ટરો નક્કી કરવામા આવ્યા છે. ગુજરાતમાં પણ કેટલાક સેન્ટરો બદલાતા અમદાવાદ સહિતના ૩૧ શહેરોમાં ૨૧૧ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. અમદાવાદમાં કુલ ૨૩ સેન્ટરો છે. અમદાવાદના ૧૦૫૦૦થી વધુ સહિત ગુજરાતના ૭૮૮૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એનટીએ દ્વારા પ્રથમવાર એરફોર્સની સુરક્ષા સાથે પેપરો પહોંચાડી દેવાયા છે.

૧. સેન્ટરો પર પાંચ લેયરમાં કડક સુરક્ષા

પરીક્ષા કેન્દ્રો પર આ વખતની નીટમાં પાંચ લેયરની કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમદાવાદના ૨૩માંથી ૧૨ કેન્દ્રોમાં સીએપીએફ અને ૧૧ કેન્દ્રોમાં સીઆરપીએફનો બંદોબસ્ત છે. સીએપીએફ અને સીઆરપીએફના બે બે જવાનો ઉપરાંત દરેક સેન્ટરમાં ૮ પોલીસ જવાનો સહિત ૪૦થી ૫૦નો સ્ટાફ પણ રહેશે. કલેક્ટર દ્વારા તમામ કેન્દ્રોમાં મામલતદારને પણ મુકાયા છે અને એસડીએમના ચાર-ચાર અધિકારી પણ રહેશે. આમ કલેક્ટર, પોલીસ, એસડીએમ, સેન્ટ્રલફોર્સ અને એનટીએ સ્ટાફ સહિત કુલ પાંચ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

૨. નીટ દ્વારા કરાયેલી વ્યવસ્થા

૫૪૪૦ કેન્દ્રોમાં ૯૫ હજાર રૂમ

૧૩૮૫૬૦ સીસીટીવી કેમેરા

૫૧૩૧૧ જામર્સ રહેશે

૩૮૭૯૫ ફ્રિસ્કિંગ (ચેકિંગ) સ્ટાફ

૪૮૪૪૮ બાયોમેટ્રિક વેરિફિકેશન સ્ટાફ

૫૬૦૦ ઓબ્ઝર્વર્સ તેનાત રહેશે

૧૦૦ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર્સ

૧૫૦૦ બેંક બ્રાંચોમાં ખાનગી મટીરીયલ

૭૦૦ કલેક્શન સેન્ટર ઓએમઆર માટે

૨ લાખ ઈન્વિજિલેટર્સ રહેશે

૨ લાખ જેટલા પોલીસ જવાનોની સુરક્ષા

 

ટોપિક્સ:neetneet ugre neet