Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghraja will bat in torrents in Gujarat today; Red in 2 districts, orange alert for heavy rain in 10, big forecast of Meteorological Department

VIDEO: Gujaratમાં મેઘરાજા આજે કરશે ધોધમાર બેટિંગ; 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં હવે ચોમાસાની ઝડપ વધવા લાગી હોય તેમ દક્ષિણ ગુજરાત તરફથી એન્ટ્રી કર્યા બાદ હવે ધીમે ધીમે અન્ય જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધતુ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

App Store

જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું  રેડ એલર્ટ અપાયુ છે, તો પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. 

અમદાવાદમાં કેવું વાતાવરણ?

આજે ઘણા સમય બાદ અમદાવાદમાં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાતે અમુક ભાગોમાં ઝરમરિયો વરસાદ વરસ્યો હતો પરંતુ હવે આજે મેઘરાજા ધોધમાર બેટિંગ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.