Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Massive fire breaks out at Naroda GIDC chemical factory; Two workers injured

Ahmedabad news: નરોડા GIDCની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ; બે કર્મીઓ ઈજાગ્રસ્ત, 'મેજર કોલ' જાહેર

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: નરોડા GIDCની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ; બે કર્મીઓ ઈજાગ્રસ્ત, 'મેજર કોલ' જાહેર
સોર્સ : gstv

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. નરોડા GIDC ફેઝ-3 માં અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી છે. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.

App Store

ધડાકા સાથે બોઈલર ફાટ્યું, ફેક્ટરીમાં મચી નાસભાગ

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા. બોઈલર ફાટવાના કારણે ફેક્ટરીમાં હાજર બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં ઊભેલી એક ટ્રક પણ આગની ચપેટમાં આવી ગઈ છે.

આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ સતત પ્રસરી રહી છે અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. હાલમાં ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને ચારેય તરફથી કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે.