Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A speeding car fell into a newly constructed canal in Ranip, Ahmedabad

VIDEO : અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે અકસ્માત, બેફામ દોડતી કાર નવી બની રહેલી કેનાલમાં પડી

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડી-માર્ટ નજીક મોડી રાત્રે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ચંદ્રભાગા બ્રિજ નીચે નવી બની રહેલી કેનાલની ખાડીમાં પૂરઝડપે દોડતી કાર ખાબકી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કારચાલક વિશાલ શાહ બેફામ અને જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ બંનેને રજા આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store