VIDEO: પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી: હર્ષ સંઘવી
VIDEO/Petrol Crisis Update: મિડલ ઈસ્ટમાં ઉદભવેલા યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં પણ એલપીજીની તીવ્ર તંગી બાદ હવે પેટ્રોલ-ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાઈન લગાવાની નોબત આવી છે.
આટલું ઓછું હોય તેમ આજે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન દરમ્યાન કહી કે કોરોનાની જેમ ધીરજ રાખી એકથઈને લાંબી લડાઈ લડવાની તૈયારી રાખવાના સંકેતને લઈ અમદાવાદ સહિતના શહેરના પેટ્રોલ પંપ પર પેનિક બાઈકના દ્રશ્યો જોવા મળ્યા હતા. પેટ્રોલ-ડીઝલ માટે લોકોની રીતસરની લાઈનો લાગી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઈંધણ માટે અડધો-અડધો કિલોમીટર સુધી લાઈન જોવા મળી હતી.
અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલને લઈને હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભલે યુદ્ધ હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યું હોય, પરંતુ તેની ગરમી હવે શહેરના પેટ્રોલ પંપો પર સ્પષ્ટ જોવા મળી રહી છે.મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય પર અસર પડી રહી છે, અને તેની અસર હવે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે.

