Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Know what was seized from the 3 terrorists arrested by Gujarat ATS

ગુજરાત ATSએ ઝડપેલા 3 આંતકી પાસેથી જાણો શું ઝડપાયું, બે UP અને એક હૈદરાબાદનો રહેવાસી

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત ATSએ ઝડપેલા 3 આંતકી પાસેથી જાણો શું ઝડપાયું, બે UP અને એક હૈદરાબાદનો રહેવાસી
સોર્સ : gstv

ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતાં ત્રણ શખ્સોને આજે રવિવારે (9 નવેમ્બર) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય શખ્સો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા.

App Store

આરોપી પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યા

આરોપી પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે. 

પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા

આ ત્રણેય શખસો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં  મોટા ખુલાસા થઈ શકે છે.