Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Keeping the Olympics in mind, the largest sports complex is being built

ઓલિમ્પિકને ધ્યાનમાં લઈ અમદાવાદમાં બની રહ્યું છે સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, જાણો શું છે સુવિધાઓ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2025
લાઇવ ટીવીGoogle News
ઓલિમ્પિકને ધ્યાનમાં લઈ અમદાવાદમાં બની રહ્યું છે સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, જાણો શું છે સુવિધાઓ

અમદાવાદમાં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરનાં કાર્યક્રમ થઈ રહ્યા છે તેને જોતા 2036માં ઓલમ્પિક ભારતમાં યોજાય તેવી શક્યતા નકારી શકાય નહીં. ઓલમ્પિક ભારતમાં યોજાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે ઓલમ્પિકને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અત્યારથી તૈયારીઓ કરી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની શાન બન્યું છે ત્યારે નારણપુરા ખાતે તૈયાર થઈ રહેલ  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. ઓલમ્પિકની તેયારીમાં 82507 ચોરસ મીટર જગ્યા પર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે જેની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આગામી માર્ચ કે એપ્રિલ માસમાં લોકાર્પણ થઈ શકે છે. આ મેગા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ચાર બિલ્ડીંગ અને 6 ગેટ ધરાવે છે.

App Store

જો 2036માં દેશમાં ઓલમ્પિક યોજાશે તો હેરિટેજ સિટી અમદાવાદમાં મોટા પાયે રમતોનું આયોજન કરવામાં આવશે. ઓલમ્પિકને ધ્યાનમાં લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરાઈ રહી છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ટેનિસ કોર્ટ, વોલીબોલ, સ્વિમિંગ જેવી ગેમ માટે સંકુલના બહારમાં ભાગમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, તો એક્વાટિકા કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડ્રાઇવિંગ પુલ બનશે તેમજ બ્લોક ગેલેરીમાં 1500 પ્રેક્ષકો બેસી શકશે. અહીં બેડમિન્ટન, બાસ્કેટબોલ, જીમ્નાસ્ટિક, કબ્બડી, રેસલિંગ, ટેબલ ટેનિસ, બિલિયર્ડ જેવી ગેમનો સમાવેશ કરવામાં આવશે. આ કોમ્પલેક્સમાં દરેક ગેમને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. સેન્ટર ફોર સ્પોર્ટ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે ફિટનેસ સેન્ટર, ૧૫૦ કોર્પોરેટ વ્યક્તિ બેસી શકે તેવો ડાઇનિંગ રૂમ, ચેન્જીંગ રૂમ, અને લોકર સહિતની વ્યવસ્થા હશે.

નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપરાંત અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ ખેલાડીઓ માટે ઉપયોગી છે. ઓલમ્પિકની વાત કરવામાં આવે તો અમદાવાદના ગોધાવી અને ગરોડિયા વિસ્તારમાં 200 એકર જમીન પર ઓલમ્પિક ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું પણ આયોજન છે.  અમદાવાદમાં કાંકરિયા ખાતે ટ્રાન્સડીયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ, રિવર ફ્રન્ટના બે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સહિતના કોમ્પ્લેક્સ ખેલાડીઓને ઉપયોગી થશે. ઓલમ્પિક માટે સીટીમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક સહિતની બાબતોનો સર્વે કરવા સહિત ઓલમ્પિક માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. SVP હોસ્પિટલમાં ખાસ સ્પોર્ટ્સને લગતી ઈજાઓની સારવાર માટે સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર ઊભું કરવામાં આવશે. આ સુવિધા શરૂ થયા બાદ સારવાર માટે અન્ય રાજ્યમાં જવાની જરૂર રહેશે નહીં.