Video: કાંકરિયા ઝૂ: ઠંડીથી બચાવવા 13 હીટર, 25 બ્રુડર અને 35 માટલા નીચે બલ્બની વ્યવસ્થા

સોર્સ: gstv

cગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે અમદાવાદના કાંકરિયા ઝૂ દ્વારા 2,100થી વધુ પશુ-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે . હીટર, મૂકવામાં આવ્યા છે .ઠંડા પવનથી બચાવવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે હીટર અને પક્ષીઓ માટે બ્રુડર મૂકાયા છે. રૂમ હીટર, ઇન્ફ્રારેડ લેમ્પ, સૂકા ઘાસની પથારી અને ગ્રીન નેટ સાથે કુલ 13 હીટર અને 25 બ્રુડરની વ્યવસ્થા કરાઈ છે. સરીસૃપો માટે પણ ખાસ તકેદારી રખાઈ છે. સાપ અને કાચબાને ગરમાવો આપવા 35 માટલા નીચે બલ્બ મૂકાયા છે, સાથે નાના પક્ષીઓ અને સરીસૃપો માટે લાકડાના બોક્સ અને માળા પણ તૈયાર કરાયા છે.

જ્યારે પાચન ધીમું પડતા મગરનો ખોરાક ઘટાડાયો છે. શરદી-ઉધરસ કે ચેપ સામે દવા અને મેડિકલ ટીમ સજ્જ છે. ઠંડી સામે કાંકરિયા ઝૂમાં અબોલ જીવો માટે હૂંફાળું આયોજન કરાયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત