Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Kamal, a 12-year-old footballer from Ahmedabad, secured a place in the Gujarat sub-junior state team camp

અમદાવાદના 12 વર્ષીય ફૂટબોલરની કમાલ, ગુજરાત સબ-જુનિયર સ્ટેટ ટીમના કેમ્પમાં મેળવ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના 12 વર્ષીય ફૂટબોલરની કમાલ, ગુજરાત સબ-જુનિયર સ્ટેટ ટીમના કેમ્પમાં મેળવ્યું સ્થાન
સોર્સ : gstv

ગુજરાતમાં હવે ક્રિકેટની સાથે ફૂટબોલની રમત પણ વધી રહી છે. અમદાવાદમાં પણ નાના ખેલાડીઓ હવે સ્ટેટ લેવલ સુધી રમતા થયા છે. મૂળ વનોદ ગામનો વતની અને હાલ મકરબા-સરખેજ વિસ્તારમાં રહેતા માત્ર 12 વર્ષના મોહંમદ આકીફ મલેકને નાનપણથી જ ફૂટબોલ પ્રત્યે ભારે લગાવ છે. ફૂટબોલને પોતાની પ્રિય રમત બનાવી સતત મહેનત, લગન અને શિસ્તના બળે રમતક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે.

App Store

મોહંમદ આકીફ મલેકે વર્ષ 2021માં સ્કૂલ ખાતે યોજાયેલા વાર્ષિક રમતોત્સવ દરમિયાન ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્યારથી ફૂટબોલ પ્રત્યે તેમનો રસ સતત વધતો ગયો અને તેમણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની રમતને વધુ મજબૂત બનાવી. ફૂટબોલની ટેકનિક, રમતની સમજ અને ફિટનેસમાં વધુ નિપુણતા મેળવવા માટે કોચિંગ પણ લીધું છે. ક્લબ ખાતે મળેલી તાલીમ અને સતત પ્રેક્ટિસથી તેમની રમત વધુ ઘડાઈ અને તેમને સ્પર્ધાત્મક સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી.

સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફૂટબોલની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમદાવાદ સ્તરની અનેક ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી હતી. પોતાની રમતની સમજ, આગવી સૂઝબૂઝ અને નેતૃત્વ ક્ષમતાના આધારે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેની આગેવાની હેઠળ ટીમે વિવિધ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

મોહંમદ આકીફ મલેકની મહેનત, પ્રતિભા અને ફૂટબોલ પ્રત્યેની સતત લગનને હવે વધુ મોટી તક મળી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા સબ-જુનિયર બોયઝ સ્ટેટ ટીમ 2026-27 માટે યોજાનાર પ્રી-સ્ટેટ કેમ્પની સ્ટેન્ડબાય લિસ્ટ-1માં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે. યાદીમાં તેઓ ફોરવર્ડ (FW) પોઝિશન પર છે અને મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ગુજરાત વતી નેશનલમાં રમતો જોવા મળશે. 

નાનપણમાં શરૂ કરેલો ફૂટબોલનો શોખે તેને રાજ્ય સ્તરની પસંદગી પ્રક્રિયા સુધી લઈ આવ્યો છે. પોતાની મહેનત, પ્રતિભા અને આત્મવિશ્વાસના બળે આગળ વધી રહેલા મોહંમદ આકીફ મલેકની ફૂટબોલ સફર અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. હવે સૌની નજર તેમના આગામી પ્રદર્શન અને ગુજરાતની સ્ટેટ ટીમમાં સ્થાન મેળવવાની તક પર છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News