VIDEO: અમદાવાદના રખિયાલ - સરસપુર વોર્ડમાં જીગ્નેશ મેવાણીનો ઉગ્ર વિરોધ, સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા વાવટા ફરકાવ્યા
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી રહ્યા છે. પરંતુ ઠેર ઠેર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત રોજ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી રખિયાલ - સરસપુર વોર્ડની પેનલના પ્રચાર માટે આવ્યા હતા. જે દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી. પરંતુ રેલીના રૂટ પર સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાય હાય ના નારા લગાવીને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કર્યો હતો.

