VIDEO : અમદાવાદમાં જનકલ્યાણનો મહોત્સવ: મંત્રી ઋષિકેશ પટેલે જનકલ્યાણ કેમ્પની મુલાકાત લીધી
સોર્સ : GSTV
"અમદાવાદમાં આજે જનકલ્યાણ અને પ્રગતિનો એક અનોખો ઉત્સવ મનાવવામાં આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 'જનકલ્યાણ કેમ્પ'માં ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ખાસ હાજરી આપી હતી..આ કેમ્પ મહાનગરપાલિકાના '૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ'ની ભવ્ય સફરને પ્રદર્શિત કરે છે. કાર્યક્રમ દરમિયાન માનનીય મંત્રીશ્રીની સાથે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થીત હતા..મેયરશ્રીએ પોતાના સ્વાગત પ્રવચનમાં શહેરના વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી.

