Ahmedabad news: રાજ્યમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે, જાણો કેટલા ડિગ્રી સુધી ગગડશે પારો

સોર્સ : GSTV
રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 48 કલાકમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડશે. આજે અમદાવાદમાં પવનની ગતિ સામાન્ય રહેશે.
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે
રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. જોકે, ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવન ફૂંકાવાને કારણે આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી ઠંડીમાં વધારો થશે.અમદાવાદ શહેરમાં સાંજના 6 થી રાતે 1 વાગ્યા સુધી વિજીબીલીટી 3 થી 4 કિલોમિટર ની રહેશે.

