Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : It is not acceptable to organize the Commonwealth by making common Gujaratis cry

કોમન ગુજરાતીને રડાવીને કોમનવેલ્થનું આયોજન કરાય તે સ્વીકાર્ય નથી, અમિત ચાવડાએ સરકારે આડે હાથ લીધી

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કોમન ગુજરાતીને રડાવીને કોમનવેલ્થનું આયોજન કરાય તે સ્વીકાર્ય નથી, અમિત ચાવડાએ સરકારે આડે હાથ લીધી
સોર્સ : GSTV

પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ રાજ્ય સરકારને દારૂ અને ડ્રગ્સ મુદ્દે આડે હાથ લીધી હતી. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ રેલીનું પણ આયોજન કરાયું હતું. હવે સામાન્ય માણસને સરકાર હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગી પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતને કોમનવેલ્થની મેજબાની મળી તે આનંદની વાત છે, પણ આ રમતમાં આપણા કેટલા ગુજરાતીઓ ભાગ લેશે તે જરુરી છે.

App Store

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી: કોંગી પ્રમુખ

આજે રાજ્યની શાળાઓમાં સપોર્ટ શિક્ષકોની જગ્યાઓ જ ખાલી છે, તો  ઘણી સ્કૂલોમાં મેદાનો પણ નથી. સરકાર જાહેરાત પાછળ કરોડો બગાડી રહી છે, પરંતુ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. ગુજરાતીઓ આગળ વધે તે માટે કોઈ કામગીરી સરકાર કરતી નથી. અમિત ચાવડાએ સરકાર દ્વારા કરાતા ડિમોલિશનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે કોમનવેલ્થના નામે સરકાર શહેરમાં અનેક જગ્યાએ ડિમોલિશન કરી રહી છે, પણ સામે લોકો બેઘર થઇ રહ્યા જેથી, તેઓએ અન્ય સ્થળે રહેણાંક મકાન ફાળવવામાં આવે. કોમન ગુજરાતીને રડાવીને સરકાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરે તે સ્વીકાર્ય નથી.