Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : in Ahmedabad, one arrested with liquor from dilapidated house

Ahmedabadમાં બુટલેગરો બેફામ, ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં બુટલેગરો બેફામ, ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
સોર્સ : GSTV

ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પોલીસ કડક સુરક્ષાના દાવા કરી રહી છે, ત્યારે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. શારદાબેન હોસ્પિટલ પાસે એક ખંડેર મકાનમાંથી દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે દરોડો પાડીને 56 બોટલ દારૂ-બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છે.

App Store

વીડિયો વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

શહેરકોટડા વિસ્તારના ઠાકોરવાસમાં આવેલા એક ખુલ્લા ખંડેર મકાનમાં અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો, જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખંડેર મકાનમાંથી વિદેશી દારૂની 52 બોટલ અને 4 બિયરના ટીન મળી કુલ 56 નંગ જથ્થો મળી આવ્યો હતો.

29 વર્ષીય યુવકની ધરપકડ

પોલીસે આ મામલે ઠાકોરવાસમાં જ રહેતા અને મજૂરી કામ કરતા 29 વર્ષીય દીપક ઉર્ફે ભૂરો નામના ઈસમની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ તેને આ જથ્થો આપી ગયો હતો. જોકે, પોલીસને આ નિવેદન શંકાસ્પદ લાગતા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

કાયદેસરની કાર્યવાહી અને પાસાની ભીતિ

શહેરકોટડા પોલીસે આરોપી દીપક સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે. જો તે અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે પાસા (PASA) હેઠળ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.