Ahmdabad news: ભારતીય રેલ્વે અને દેશની રાઈડ સંસ્થા ઉબર વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી

સોર્સ : GSTV
ભારતના રેલ્વે સ્ટેશન પર પ્રથમ વખત ઉબરની ભાગીદારી જોવા મળશે. મળતા અહેવાલ પ્રમાણે ભારતીય રેલ્વે અને દેશની રાઈડ સંસ્થા ઉબર વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરવામાં આવી છે. જેમાં મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર ઓન-ગ્રાઉન્ડ ટીમો અને સહાય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી મુસાફરો સરળતાથી ઉબરની સેવાઓનો લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ હેલ્પ ડેસ્કથી મુસાફરોને સમગ્ર માહિતી મળશે,.

