Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Husband fired two rounds during a fight between the couple, police arrested the accused

Ahmedabad news: દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, પોલીસ આરોપીની કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ, પોલીસ આરોપીની કરી અટકાયત
સોર્સ : AI

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે પતિ-પત્નીનો ઝઘડો થતાં પતિએ ઘરની બહાર આવીને બે રાઉન્ડ ફાયરિંગ કરતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. પોલીસે ફાયરિંગ કરનારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

સદ્નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. પતિ-પત્નીનો ઝઘડો થતાં પતિએ આવેશમાં આવીને ઘરની બહાર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંગલાના કમ્પાઉન્ડ અને દરવાજા પર એક-એક રાઉન્ડ ફાયરિંગ કરતાં દોડધામ મચી હતી, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી ફાયરિંગ કરનારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.