Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Husband fatally attacks wife in public

Ahmedabad: પતિએ કર્યો પત્ની પર જીવલેણ હુમલો, સરાજાહેર છરીના ઘા ઝીંક્યા

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: પતિએ કર્યો પત્ની પર જીવલેણ હુમલો, સરાજાહેર છરીના ઘા ઝીંક્યા
સોર્સ : GSTV

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયારનગર પાસે આવેલી દૂધ સાગર ડેરી નજીક સોમવારે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ તેની 27 વર્ષીય પત્ની પર જાહેરમાં છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

App Store

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીની ઓળખ મયંક પટેલ તરીકે થઈ છે. મયંકે દૂધ સાગર ડેરી પાસે એક દુકાનની બહાર તેની પત્ની પર હુમલો કર્યો હતો. તેણે પત્નીના ગળા અને હાથ પર છરીના અનેક ઘા માર્યા હતા અને ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતીએ આશરે દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે, સાસરિયા પક્ષના કથિત ત્રાસને કારણે મહિલા છેલ્લા ચાર મહિનાથી તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.

પોલીસે વધુમાં જણાવ્યું કે, પીડિત મહિલાએ અગાઉ પણ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ફરિયાદો નોંધાવી હતી. ઘટનાના દિવસે મહિલા કોઈ અંગત કામે બહાર નીકળી હતી. તે સમયે મયંકે કથિત રીતે તેને રોકી હતી અને તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

નિકોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ જાહેરમાં તેની પત્ની પર હુમલો કર્યો અને તરત જ ભાગી ગયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે અને તેને શોધીને ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.