Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : High-profile gambling den busted: 8 people arrested

Ahmedabadમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ: 23 લાખથી વધુના મુદ્દામાલ સાથે 8 શખ્સો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ: 23 લાખથી વધુના મુદ્દામાલ સાથે 8 શખ્સો ઝડપાયા
સોર્સ : GSTV

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ડ્રાઈવ અંતર્ગત નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. રિંગરોડ પર આવેલા એક પ્રતિષ્ઠિત બિઝનેસ હબમાં ઓફિસની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મધરાતે પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે લાખોની રોકડ અને લક્ઝરી ગાડીઓ સહિત કુલ 23.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 8 શખ્સોની ધરપકડ કરી છે.

App Store

ઓફિસની આડમાં ખેલાતો હતો જુગાર

નરોડા રિંગરોડ પર મુઠીયા ટોલટેક્સ પાસે આવેલા કોહિનૂર બિઝનેસ હબમાં નરોડા પોલીસને બાતમી મળી હતી. બિઝનેસ હબની દુકાન નંબર 605માં આવેલી ‘જેડી બ્રધર ડી.જે. એન્ડ સાઉન્ડ’ નામની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે પી.એસ.આઈ. વી.આર. ચૌધરી અને તેમની ટીમે ઓચિંતા દરોડા પાડતા ઓફિસની અંદર પત્તા-પાનાનો જુગાર રમતા 8 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

પોલીસે તપાસ દરમિયાન રૂ. 2.50 લાખની કિંમતના 8 નંગ પ્રીમિયમ ફોન, રૂ. 19.70 લાખની કિંમતની 5 લક્ઝરી ગાડીઓ અને  રૂ. 1,03,200ની રોકડ રકમ સહિત કુલ  23.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

ઝડપાયેલા આરોપીઓમાં વેપારીઓની સંડોવણી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા મોટાભાગના શખ્સો વેપાર અને ખાનગી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મુખ્ય સંચાલક દિપલ નટવરલાલ (બાપુનગર), ચેતન પટેલ (ઓઢવ), નિરવ પટેલ (વસ્ત્રાલ), અશોક પટેલ (નિકોલ), વિજય પટેલ (નરોડા રોડ), વિનોદ પટેલ (બાપુનગર), રાજેશ પટેલ (વસ્ત્રાલ) અને વિપુલ પટેલ (નિકોલ)નો સમાવેશ થાય છે.

પોલીસની કડક કાર્યવાહી

નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ સી.વી. નાયકના માર્ગદર્શન હેઠળ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પોશ ગણાતા બિઝનેસ હબમાં આ પ્રકારે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસના ત્રાટકવાથી અન્ય જુગાર સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.