Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Helicopter service providing aerial views of Ahmedabad has been closed for 6 months

સી પ્લેન જેમ વધુ એક પ્રોજેક્ટનું બાળમરણ?, અમદાવાદનું હવાઈદર્શન કરાવતી હેલિકોપ્ટર સેવા 6 મહિનાથી બંધ

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સી પ્લેન જેમ વધુ એક પ્રોજેક્ટનું બાળમરણ?, અમદાવાદનું હવાઈદર્શન કરાવતી હેલિકોપ્ટર સેવા 6 મહિનાથી બંધ

અમદાવાદનું હવાઈદર્શન કરાવતી જોય રાઈડ હેલિકોપ્ટર સર્વિસ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. રિવરફ્રન્ટથી સાયન્સ સિટી માટેની આ જોય રાઈડ હેલિકોપ્ટર સેવાનો જાન્યુઆરી 2022માં પ્રથમવાર પ્રારંભ થયો હતો. જેમાં 14 મિનિટમી હવાઈયાત્રા માટે પ્રતિ મુસાફરે અંદાજે રૂપિયા 25 હજાર લેવામાં આવતા હતા.

App Store

 છેલ્લા 6 મહિનાથી આ સર્વિસ બંધ 

આ પછી ઓગસ્ટ 2023માં ચાર મહિનાના બ્રેક બાદ જોય રાઈડ હેલિકોપ્ટર સર્વિસ ફરી શરૂ કરાી હતી. છેલ્લા 6 મહિનાથી આ સર્વિસ બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્ડરમાં જે સમયગાળો મંજૂર કરાયો હતો તે પૂરો થઈ ગયો હોવાથી હાલમાં આ સેવા બંધ છે. આ સેવા ફરીથી શરૂ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાલમાં યથાવત છે. જેમાં અનેક કંપનીઓએ આ વખતે ઝુકાવ્યું છે.

 NRI મસાફરો અને લગ્નમાં પ્રી વેડિંગ શૂટ કરાવનારાને નિરાશ

હાલની સંભાવના અનુસાર ઉનાળાના વેકેશનમાં અગાઉ જોય રાઈડ હેલિકોપ્ટર સર્વિસ ફરીથી શરૂ થઈ શકે છે. આ સર્વિસ બંધ હોવાના કારણે ખાસ કરીને NRI મસાફરો અને લગ્નમાં પ્રી વેડિંગ શૂટ કરાવનારાને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. જોય રાઈડને વિવાદનો પણ વાંરવાર સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: ધંધુકા: વીજ કચેરીમાંથી જ એન્જિનિયરનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

હેલિકોપ્ટરના ઘોંઘાટ સામે રહેણાંક વિસ્તારના લોકોએ ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં આ સર્વિસ બે દિવસ અપાતી હતી. મળતા અહેવાલ પ્રમાણે  શનિ-રવિના રોજ ચાલતી આ જોય રાઈડમાં હેલિકોપ્ટરના ઘોંઘાટના કારણેલ રહેણાંક વિસ્તારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી.