VIDEO: અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા, ન્યુ રાણીપ માર્ગ પર ભારે ટ્રેલર ફસાતાં ચક્કાજામ!
સોર્સ : gstv
અમદાવાદમાં ચોમાસાના પ્રથમ જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા છે. વંદે માતરમથી ન્યુ રાણીપ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક આખો રોડ ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે આશરે ૩:૩૦ વાગ્યાની આસપાસ અહીંથી પસાર થઈ રહેલું એક ભારે ભરખમ ટ્રેલર રોડ બેસી જવાના કારણે કાદવ અને ખાડામાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું. આ ઘટનાને પગલે વહેલી સવારથી જ આ વ્યસ્ત માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને નોકરી-ધંધે જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતાં અને ભુવા પડતાં તંત્રની નબળી કામગીરી સામે જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

