Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Heavy rain alert in 15 districts of Gujarat, new forecast from Meteorological Department

ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગામી 3 કલાક માટે નવી આગાહી

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગામી 3 કલાક માટે નવી આગાહી
સોર્સ : GSTV

ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડું પડ્યું છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું જ્યારે 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 

App Store

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ જિલ્લાઓમાં યલો એલર્ટ 

જૂનાગઢ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.   

બે કલાકમાં 5 તાલુકામાં વરસાદ 

હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા અને ડાંગ જિલ્લામાં આજે મેઘરાજાની સવારી નીકળી હતી. જેમાં નર્મદાના સાગબારામાં 1.77 ઈંચ તો ડાંગના સુબિરમાં 1.57 ઈંચ તથા ધ ડાંગમાં 0.71 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે તાપીના ઉચ્છલમાં 0.39 ઈંચ અને નર્મદાના ચિકડામાં 0.16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

સવારે 2 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું  

ગુજરાતના હવામાન વિભાગની નાઉ કાસ્ટ આગાહી અનુસાર સવારના 10 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આજે રાજ્યના 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં તાપી, નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ ડાંગ, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લા તથા દમણ તથા દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.