અમદાવાદ: ચાંદખેડા અકસ્માતના કાળજુ કંપાવે તેવા CCTV આવ્યા સામે, XUV 700નો થઈ ગયો કચ્ચરઘાણ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી છે. દુર્ઘટનાની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. બસ અને મોંઘી SUV કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ AMTSની બસના પાછળના ભાગમાં SUV ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

