Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hardik Patel appears before court, chargesheet filed against BJP MLA

Ahmedabad news: હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ થયો હાજર, ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ કરાયો ચાર્જફ્રેમ

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ થયો હાજર, ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ કરાયો ચાર્જફ્રેમ
સોર્સ : GSTV

પાટીદાર અનામત આંદોલન સમયે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે દાખલ થયેલા ગુના મામલે હાર્દિક પટેલ આજે કોર્ટ સમક્ષ હાજર થયો છે, જે બાદ આજ રોજ હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.  

App Store

સતત ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમયે આમરણાંત ઉપવાસના  મામલામાં વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 7 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. હાર્દિક પટેલ કોર્ટમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી. આ મામલામાં અન્ય આરોપી ગીતા પટેલ અને કિરણ પટેલ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.