12મી સપ્ટેમ્બરના રજૂ થઈ રહી છે ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ગુજરાતી ફિલ્મ 'ફરી એક વાર'

ગુજરાતી ફિલ્મો અલગ અલગ વિષયો સાથે રજૂ થઈ રહી છે, ત્યારે અલગ વિષય સાથેની ફિલ્મ આ શુક્રવારના રોજ રિલીઝ થશે. હિન્દી સિનેમા અને સિરિયલોના ખૂબજ લોકપ્રિય કલાકારો સુપ્રિયા પાઠક અને ટીકુ તલસાણીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ઉત્સવ નાયક, અવની મોદી, નેત્રી ત્રિવેદી, ભરત ઠક્કર, કોમલ પંચાલ, મોરલી પટેલ સહિત અન્ય જાણીતા કલાકારો પણ ફિલ્મોમાં છે. આ ફિલ્મ મધુ એન્ટરટેઈનમેન્ટ એન્ડ઼ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ નિર્માણ પામી છે. ફિલ્મના દિર્ગગર્શક અખિલ કોટકે જણાવ્યું કે મોટી ઉંમરે પોતાનો સાથી ગુમાવનારી એકલતા, ખાલીપો અને અજંપાની વાત ફિલ્મમાં છે.

મોટી ઉંમરે પોતાનો સાથી ગુમાવનારી એકલતા, ખાલીપો અને અજંપાની વાત ફિલ્મમાં
સંયોગ નહીં પણ નસીબના લેખ દરેક સંબંધના મૂળમાં રહેલા છે. સાથ સહકાર, પ્રેમ , મત્રતા, હૂંફ અને લાગણીઓ આ પાયાની જરૂરિયાતો ભૂલીને જોડાઈ ગયેલા સંબંધની બીજી પાર દરેક માટે એક વ્યક્તિ રાહ જોઈને ઊભી હોય છે. અમારી વાર્તા આવા જ સંગાથ, પ્રેમ અને પરિવારની વાત છે, જ્યાં સંપુર્ણતા કરતા અપૂર્ણતામાં ખુશી શોધતા લોકો એકબીજાનો હાથ પકડીનવે જીવન નામની સફર જીવવા જોડાય છે.
ટીકુ તલસાણીએ ફિલ્મની વાર્તાના સંદર્ભમાં કહ્યું લોકોને એક સારો મેસેજ મળશે
ટીકુ તલસાણીએ ફિલ્મની વાર્તાના સંદર્ભમાં કહ્યું કે આ ફિલ્મના કેન્દ્રમાં છે યુવાનોથી લઈ વરિષ્ઠ નાગરિકો જેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે. ફિલ્મ થકી એન્ટરટેઈનમેન્ટની સાથે લોકોને એક સારો મેસેજ પણ મળશે. ફિલ્મના લેખિકા કાજલ મહેતાના જણાવ્યા મુજબ એવા ઘણા લોકો છે જેઓ વિધુર કે વિધવા છે, છૂટાછેડા થયા હોય કે મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય. તેઓ ફરી એકવાર તેમનું જીવન નવપલ્લવિત કરી શકે છે એ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ થયો છે.

