VIDEO: ગુજરાત યુનિવર્સિટી તંત્રએ આંતર રાજ્ય સ્પર્ધામાં મહિલા રેસલર્સ સાથે પટાવાળાને મોકલી દીધો!, કોંગ્રેસની VCને ફરિયાદ
સોર્સ : GSTV
ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક ભોપાળું સામે આવ્યું છે. અનુભવી કોચની જગ્યાએ પટાવાળાને કોચ તરીકે મોકલવામાં આવ્યો છે. 10 મહિલાઓને રેસલિંગ માટે મોકલવામાં આવી છે અને મહિલા રેસલર્સ સાથે હંગામી પટાવાળાને મેનેજર તરીકે મોકલવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી ટીમને વેસ્ટ ઝોન માટે હરિયાણા મોકલવામાં આવી છે અને દસ કિલો વજન વર્ગ માટે દસ મહિલાઓને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં મોકલવામાં આવી છે. રમત દરમિયાન ટેક્નિકલ મુદ્દાઓ તેમજ સુરક્ષા બાબતે પણ સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના નેતાએ વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રારને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી છે.

