Ahmedabad એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, કુઆલાલુમ્પુરથી આવતા પેસેન્જર પાસે મળ્યું લાખોનું સોનું

સોર્સ : GSTV
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. વિદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતું અંદાજે 44 લાખ રૂપિયાની કિંમતનું સોનું કસ્ટમ વિભાગના અધિકારીઓએ ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, મલેશિયાના કુઆલાલુમ્પુરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક પુરુષ પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેસેન્જરના જીન્સ પેન્ટના ખિસ્સામાંથી 44 લાખની કિંમતનું 310.12 ગ્રામ સોનું ઝડપ્યું હતું. ઝડપાયેલું સોનું કસ્ટમ વિભાગે જપ્ત કર્યું છે.

