Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gathia, who became a customer in Ahmedabad's Manekchowk, stole a gold pendant worth 2.80 lakhs

VIDEO: અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બની આવેલા ગઠિયાએ ૨.૮૦ લાખના સોનાના ઝુલાની કરી ચોરી

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના સોના-ચાંદીના પ્રખ્યાત બજાર માણેકચોકમાંથી એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. અહીં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક શાતિર ગઠિયાએ લાખો રૂપિયાના દાગીના પર હાથફેરો કર્યો છે. આ અજાણ્યા શખસે દુકાનમાં હાજર મહિલા કર્મચારીની નજર ચૂકવી, આશરે ૨.૮૦ લાખની કિંમતના સોનાના ઝુલા (લટકન/દાગીના)ની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના ગત ૨૬મી જૂને બપોરે અંદાજે ૧૨:૩૦ વાગ્યે બની હતી. જોકે, જ્યારે દુકાનમાં માસિક સ્ટોકની ગણતરી કરવામાં આવી ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં શખસની આખી કરતૂત કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. આ મામલે વાસણા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય જ્વેલર્સ માલિકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સીસીટીવીના આધારે ચોરની શોધખોળ ચલાવી રહી છે.

App Store