VIDEO : કેનેડાના વિઝાની લાલચે છેતરપિંડી
સોર્સ : GSTV
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનિલ એજ્યુકેશન સર્વિસના સંચાલકોએ કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને એક દંપતી સાથે ૨૭ લાખ રૂપિયાની મોટી છેતરપિંડી આચરી છે. વિદેશ જવાની ઈચ્છા રાખતા યુવક અને તેની પત્ની પાસેથી સંચાલકોએ શરૂઆતમાં ટુકડે ટુકડે બેંક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ફાઈલ પ્રોસેસના નામે ૩ લાખ ૩૦ હજાર રૂપિયા રોકડા પણ પડાવી લીધા હતા. આટલું જ નહીં, આરોપીઓએ દંપતીના અસલ પાસપોર્ટ અને સહી કરેલા બ્લેન્ક ચેક પણ પોતાની પાસે રાખી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા દંપતીએ નાણાં પરત માંગતા આરોપીઓએ માત્ર ૬ લાખ 25 હજાર રૂપિયા પરત કર્યા હતા અને બાકીના 20 લાખ 75 હજાર રૂપિયા ઓળવી ગયા હતા. આ મામલે સાબરમતી પોલીસે અરવિંદ સુનિલકુમાર તિવારી, કોમલબેન તિવારી અને વિશાલ ત્રિપાઠી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

