અમદાવાદમાં કેસની પતાવટ મામલે પોલીસકર્મી પાસેથી જ 50 લાખ પડાવ્યા, વધુ 10 લાખની માગણી કરતાં પિતા-પુત્ર જેલભેગા

અમદાવાદમાં કેસની પતાવટ મામલે પોલીસકર્મી પાસેથી જ 50 લાખ પડાવ્યા, વધુ 10 લાખની માગણી કરતાં પિતા-પુત્ર જેલભેગા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચાલી રહેલી આક્ષેપ અરજીનો નિકાલ કરાવવાના નામે ₹50 લાખ પડાવનાર પિતા-પુત્રની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ વિષ્ણુભાઈ ઉર્ફે એન.ડી. ચૌધરી અને તેના પુત્ર આકાશ ચૌધરીએ પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ₹50 લાખ પડાવ્યા બાદ વધુ ₹10 લાખની માંગણી કરી હતી.

શું છે સમગ્ર મામલો?

જાહેરાત

અમદાવાદના સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પોતાના વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો નિકાલ કરાવી આપવા માટે એન.ડી. ચૌધરીનો સંપર્ક સાધ્યો હતો. આ વ્યક્તિએ તપાસનો નિકાલ કરાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી, જેના માટે પોલીસકર્મી સહમત પણ થયા હતા. ત્યારબાદ થલતેજ ગુરુદ્વારા પાસેના રહેણાક મકાન નજીક પોલીસકર્મીઓએ પિતા-પુત્રને ₹50 લાખ રોકડા ચૂકવવામાં આવ્યા હતા.

રૂપિયા ચૂકવ્યા બાદ પોલીસકર્મીએ અરજી તપાસના નિકાલ અંગે પૂછપરછ કરતાં પિતા-પુત્રએ ધમકી આપી હતી કે, તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશું અને વધુ ₹10 લાખની માંગણી કરી હતી. આ પછી પોલીસકર્મીએ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત