Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fake IPS scam in Kalupur: Prahladnagar man jailed for threatening by pulling off genuine policeman's uniform

કાલુપુરમાં નકલી IPS નો રોફ ભારે પડ્યો: અસલી પોલીસકર્મીની વરદી ખેંચી ધમકી આપનાર પ્રહલાદનગરનો શખ્સ જેલભેગો

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કાલુપુરમાં નકલી IPS નો રોફ ભારે પડ્યો: અસલી પોલીસકર્મીની વરદી ખેંચી ધમકી આપનાર પ્રહલાદનગરનો શખ્સ જેલભેગો
સોર્સ : GSTV

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોતે IPS અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લોકો પર રોફ જમાવતો પ્રહલાદનગરનો જોન ડેનિયલ નામનો શખ્સ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ નકલી IPSએ સ્ટેશન પર ફરજ બજાવતા અસલી પોલીસકર્મી સાથે ગેરવર્તન અને ધક્કામુક્કી કરી હતી. તેણે 'મને સેલ્યુટ કેમ નથી માર્યો?' તેમ કહીને પોલીસકર્મી સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને તેની ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસકર્મીની વરદી સાથે ખેંચતાણ કરી અપશબ્દો બોલતા મામલો બિચક્યો હતો, કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે નકલી IPSને ઝડપી પાડ્યો છે.

App Store

અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈ કરતૂત કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જોન ડેનિયલ કોઈ IPS અધિકારી નથી. તે અગાઉ SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ) કાર્યક્રમ સાથે સંકળાયેલો હતો, જ્યાં તે ઉચ્ચ IPS અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો. અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈને તેણે પોતે પણ IPS હોવાનો ખોટો રોફ જમાવવાનું શરૂ કર્યું હતું. સરકારી કર્મચારીની ચાલુ ફરજમાં રૂકાવટ ઊભી કરવા તેમજ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?
મૂળ સાબરકાંઠાના અને હાલ કાલુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર બંદોબસ્તમાં હતા. તેજસ એક્સપ્રેસનો સમય હોવાથી અને આસપાસ વિકાસના કામો ચાલતા હોવાથી ત્યાં ટ્રાફિક સર્જાયો હતો. આ દરમિયાન કારમાં આવેલા શખસે ટ્રાફિક જામ અંગે સવાલ કરતા કોન્સ્ટેબલે યોગ્ય કારણ જણાવ્યું હતું. જો કે, સાચો જવાબ સાંભળતા જ તે શખસ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને 'તે મને સેલ્યુટ કેમ ન માર્યું?' તેમ કહીને કોન્સ્ટેબલને ધક્કો મારી વર્દી ખેંચવાનો પ્રયાસ કરી ગેરવર્તન કર્યું હતું.

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…'

મામલો ગરમાતા અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં આ યુવકે પોતાનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, 'હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ખાઈ જઈશ અને ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.' ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ચાલતી પકડી હતી. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ નકલી જોન ડેનિયલ સામે ગુનો દાખલ કરી, તેની અસલી ઓળખ મેળવવા તપાસ શરૂ કરાઇ હતી, જે બાદ આરોપી નકલી IPS હોવાનું ખૂલતાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ટોપિક્સ:Fake IPS scamgstvgstv news