VIDEO: અમદાવાદમાં વરસાદી પાણી અને રોડ બેસવાની ઘટનાઓ તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી
સોર્સ : gstv
અમદાવાદમાં ગત રાત્રે પડેલા સરેરાશ દોઢ ઇંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી હતી. સ્થિતિને પહોંચી વળવા મનપાનું તંત્ર તાત્કાલિક કામે લાગ્યું હતું. એક ફૂટથી વધુ પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે ત્રણ અંડરપાસ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ઝાડ પડવાની ત્રણ ફરિયાદો મળી હતી, જેનો નિકાલ કરાયો છે. ત્રાગડ વિસ્તારમાં પાણી ભરાતા મનપાની ટીમ પહોંચી હતી, જ્યાં વિસ્તાર ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં હોવા છતાં અમદાવાદ મનપા દ્વારા માનવીય અભિગમ સાથે પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી. હદ વિસ્તારની આ સમસ્યાનો ટૂંક સમયમાં કાયમી ઉકેલ લાવવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

