Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Driver dies, daughter injured after moped hits railing in BRTS corridor

Ahmedabad: BRTS કોરિડોરમાં રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત્રી ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: BRTS કોરિડોરમાં રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત્રી ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. BRTS કોરિડોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલું મોપેડ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે.

App Store

રેલિંગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, આસ્ટોડિયા દરવાજા BRTS બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલા મોપેડચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. મોપેડ સીધું જ કોરિડોરની સાઈડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતકની પાછળ તેની નાની દીકરી બેઠી હતી, જેને પણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં મૃતકની ઓળખ કેતન કુમાર તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમના વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કેતન કુમાર સામે વર્ષ 2004માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં વર્ષ 2007માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે BRTS કોરિડોરમાં થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મકલ્યો છે.