Ahmedabad: ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ પર ફસાઈ ડબલ ડેકર બસ, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
સોર્સ : GSTV
અમદાવાદના ગાંધીબ્રિજ રિવરફ્રન્ટ પર AMTSની ડબલ ડેકર બસ ફસાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 'નો એન્ટ્રી' ઝોનમાં બસ ઘુસાડી દેવામાં આવતા આ અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. રિવરફ્રન્ટના નીચા માળખામાં બસ ફસાઈ ગયા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તેને બહાર કાઢવામાં તંત્રને નાકે દમ આવી ગયો હતો. મહામુસીબતે બસને બહાર તો કાઢવામાં આવી, પરંતુ ડ્રાઈવરની આ ગંભીર બેદરકારી અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

