VIDEO:નરોડામાં ઘરેલુ વિવાદનો મામલો, પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે નોંધાવી ફરિયાદ
સોર્સ : GSTV
અમદાવાદના નરોડામાં એક પરિણીતાએ પતિ અને સાસરી પક્ષ સામે ત્રાસ આપતા હોવાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પ્રિયાએ સાસરીયાના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. તે ઇમિટેશન જ્વેલરીનો વેપાર કરે છે. વર્ષ 2024માં નિર્મલ પટેલ નામના વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કર્યા હોવાનું જણાવ્યું. લગ્ન પહેલાં બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનો દાવો કર્યો છે. પતિ અન્ય યુવતી સાથે વાતચીત કરતો હોવાથી ઝઘડો થયો હતો. સાસુ, સસરા, દિયર અને દેરાણીએ પણ પતિનો પક્ષ લીધો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

