VIDEO: અમદાવાદમાં સુભાષ બ્રિજનું ડિમોલિશન,નદીના પટમાં આવેલા ૩ સ્પાન સુરક્ષિત રીતે તોડી પડાયા
સોર્સ : gstv
અમદાવાદના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે નદીના પટમાં આવેલા ત્રણ સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી અત્યંત સાવચેતી અને તમામ સલામતીના ધોરણોનું પાલન કરીને હાથ ધરાઈ હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી અને સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો હતો. બ્રિજની આસપાસ કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ત્રણ સ્પાનનું ડિમોલિશન પૂર્ણ થતાં હવે કાટમાળ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આગામી તબક્કામાં બાકીની કામગીરી પણ નિર્ધારિત આયોજન મુજબ હાથ ધરાશે.

