Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : constable's men demanded money by saying 'AC needs to be installed in PI's chamber'

Ahmedabad news: 'PIની ચેમ્બરમાં AC લગાવવાનું છે' કહી બદનામ કોન્સ્ટેબલના માણસોએ ઉઘરાણા કર્યા, વેપારીમાં ભભૂકેલો રોષ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: 'PIની ચેમ્બરમાં AC લગાવવાનું છે' કહી બદનામ કોન્સ્ટેબલના માણસોએ ઉઘરાણા કર્યા, વેપારીમાં ભભૂકેલો રોષ
સોર્સ : AI

અમદાવાદનું ઔધોગિક હબ ગણાતા વિસ્તારના જ એક પોલીસ મથકમાં ફરજ પર હાજર પોલીસ ઇન્સ્પેકટરને ઉનાળાની ઋતુમાં ગરમી ખૂબ લાગી રહી છે અને જુના એસીની જોઈએ તેટલી ઠંડી હવા આવતી નથી એટલે PIના બદનામ વહીવટકર્તાએ પોલીસ અધિકારીની ચાપલુસી કરવાનું શરૂ કર્યું છે. કોન્સ્ટેબલના કેટલાક ખાનગી માણસો ઇન્સ્પેકટરના નામથી જીઆઈડીસીમાં નાના વેપારીઓ પાસે પહોંચી 'સાહેબની ચેમ્બરમાં એસી લગાડવાનું છે' તેમ કહીને ઉઘરાણા કરવા માટે પહોંચી જાય છે. વેપારીઓને દમદાટી આપીને ચોક્ક્સ રકમનો ફાળો  ઉઘરાવવા લાગ્યા છે, ત્યારે કેટલાંક વેપારીઓ પોલીસની બીકે રૂપિયા આપ્યા પણ ખરા પરંતુ કેટલાક વેપારીઓ જે રોજ માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવા વેપારીઓ બળવો પોકાર્યો છે. અને આ રીતે ઉઘરાણાનો કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. જેથી ઓદ્યોગિક વિસ્તારમાં આવેલું આ પોલીસ સ્ટેશન વિવાદોમાં ઘેરાયું છે.

App Store

પીઆઇએ પોલીસ ખાતામાં બદનામીના ટોચ પર બેઠેલા એવા પોલીસ કોન્સ્ટેબલને વહીવટ સોંપ્યો અને તે બદનામ કોન્સ્ટેબલે તેની હાથ નીચે બીજા વ્યક્તિઓને ગોઠવી દીધા છે, જેના પરિણામે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની ચેમ્બરમાં એસી લગાડવાનું છે તેમ કહીને કંપનીઓ અને ફેક્ટરીઓના માલિકો પાસે રૂપિયા ઉઘરાવવાનું શરુ કરી દીધું છે. અંતે આ સમગ્ર મામલાનું પરિણામ પોલીસ ઇન્સ્પેકટરને જ ભોગવવાનું આવી શકે છે.

બુંદીયાળ અને કલંકિત પોલીસ કોન્સ્ટેબલનો સાથ ઇન્સ્પેકટરની નાવડી ડુબાડશે

પૂર્વના કેટલાય પોલીસ ઇન્સ્પેકટરોએ તેમની છબીને નુકસાન પહોંચે નહી તે માટે જિલ્લા બહાર હાંકી કઢાયેલા એવા બુંદીયાળ અને કલંકિત પોલીસ કોન્સ્ટેબલનો હાથ છોડી દીધો છે. છતાં પૂર્વના એક પોલીસ ઈન્સ્પેકટરે આ બદનામ કોન્સ્ટેબલ કમ બિલ્ડરનો સંગ કરતા હવે દોષનો ટોપલો ઇન્સ્પેકટરના માથા પર ઢોળાઈ શકવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.