Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Important news of PSI written exam, call letters can be download from this date

Gandhinagar news: PSIની લેખિત પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: PSIની લેખિત પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર
સોર્સ : gstv

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSI અને લોકરક્ષક(LRD) કેડરની શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. આમ, આગામી 19 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી PSIની લેખિત પરીક્ષાના કોલલેટર અંગે ભરતી બોર્ડે માહિતી આપી છે.

App Store

13 એપ્રિલથી ડાઉનલોડ થશે કોલલેટર 

પોલીસ ભરતી બોર્ડ અનુસાર, જાહેરાત ક્રમાંક GPRB/202526/1ની PSI કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026ના રવિવારના રોજ લેવાશે. આ પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. 

શારીરિક કસોટીમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારો મળી કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.