પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી કવાયત, પાલ આંબલિયાને મળી જવાબદારી

આગામી સમયમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબ માટે સ્ક્રીનિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકોમાં ગુજરાતના નેતા પાલ આંબલિયાને પણ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પાલ આંબલિયાનો ઉત્તરાખંડની સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાહેરાત
ચૂંટણી પહેલાં ઉમેદવારોની પસંદગી અને સંગઠનાત્મક તૈયારીઓની દિશામાં કોંગ્રેસનું આ પગલું મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ કમિટી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાતના નેતા પાલ આંબલિયાને ઉત્તરાખંડની જવાબદારી મળતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ આ નિમણૂક ચર્ચાનો વિષય બની છે.
જાહેરાત














