Video: સંત કબીર નગરમાં જમીન વિવાદની હિંસક અથડામણમાં બેના મોત, SPએ પાંચ પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

સોર્સ: gstv

સંત કબીર નગરના જમોહરા ગામમાં જમીનના જૂના વિવાદને લઈને શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને જોતા સંત કબીર નગરના પોલીસ અધિક્ષક સંદીપ કુમાર મીણાએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફરજમાં બેદરકારી બદલ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો કડક આદેશ આપ્યો હતો. પોલીસ વડાએ જણાવ્યું હતું કે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે અને સમગ્ર ગામમાં શાંતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત