Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bomb threat on flight from Goa to Ahmedabad, plane makes emergency landing

Ahmedabad news: ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
સોર્સ : GSTV

 ગોવાથી અમદાવાદ આવતી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડી થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.

App Store

બોમ્બની ધમકીને લઈને તંત્ર દોડતું થયું

મળતી માહિતી મુજબ, ગોવાથી આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. ફ્લાઈટ ક્રુ સહિત 140થી વધુ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. બોમ્બની ધમકીને લઈને તંત્ર દોડતું થયું હતું. સુરક્ષા એજન્સી એરપોર્ટ પર પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે.