Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : biker who was speeding near GMDC crashed into a railing

Ahmedabad: GMDC પાસે પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો, યુવકનું ઘટના સ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: GMDC પાસે પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો, યુવકનું ઘટના સ્થળે જ મોત
સોર્સ : GSTV

અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં બીજી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

App Store

ગત મોડી રાત્રે વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષીય યુવક પોતાની BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. અંધજન મંડળથી હેલ્મેટ સર્કલ તરફ જતાં GMDC ગ્રાઉન્ડની બહાર BRTSની રેલિંગ પાસે પાર્થનું બાઇક પૂર ઝડપે રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થને ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને પાર્થના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

એ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટનાઓ બની છે. સોમવારે વહેલી સવારે નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને નિરમા યુનિવર્સિટી પાસે છારોડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત થયું હતું, જ્યારે આ બીજા બનાવમાં પૂરઝડપે જઈ રહેલા યુવકનું પણ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું છે.