Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : An accident occurred in a bus carrying tourists returning to Modasa, 13 out of 56 passengers injured

ઉત્તર ભારતથી પરત રહેલી પ્રવાસીઓની બસને શહેરામાં નડ્યો અકસ્માત, 56માંથી 13 મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તર ભારતથી પરત રહેલી પ્રવાસીઓની બસને શહેરામાં નડ્યો અકસ્માત, 56માંથી 13 મુસાફરો ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈને પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો હતો.પ્રવાસીઓની બસને શહેરા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં તે આગળ ચાલી રહેલા આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 13 મુસાફરોને ઈજા પહોંચી છે. 

App Store

બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, મોડાસાના પ્રવાસીઓ ઉત્તર ભારતનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ખાનગી લક્ઝરી બસ જ્યારે શહેરા પાસે વાઘજીપુર ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ આગળ જઈ રહેલા આઇસર ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

લક્ઝરી બસમાં કુલ 56 પ્રવાસીઓ સવાર હતા. આ પૈકી 13 જેટલા મુસાફરોને ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે શહેરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ટોપિક્સ:accidentgujaratigstv