VIDEO: અમદાવાદમાં AMCનું ડમ્પર ફરી બન્યું યમરાજ: પીરાણા પાસે અકસ્માતમાં ટ્યુશને જતા સગીરનું કરૂણ મોત
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બેફામ દોડતા ડમ્પરે વધુ એક નિર્દોષ માસૂમનો ભોગ લીધો છે. પીરાણા દેવ હોટલ પાસે સર્જાયેલા એક દર્દનાક અકસ્માતમાં AMCના ડમ્પરે ટ્યુશને જઈ રહેલા એક સગીરને અડફેટે લીધો હતો. આ અકસ્માત સમયે સગીર પોતાનું ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) લઈને જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા સગીરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

