Swachh Survekshanમાં અમદાવાદનો પ્રથમ નંબર આવતા સફાઈ કામદારોનું મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ

Swachh Survekshan: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદનો નંબર દેશમાં પહેલા નંબરે આવ્યો છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ પછી બીજું સ્થાન વડોદરાએ પ્રાપ્ત કર્યું છે. ૧૦ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને મળ્યો પ્રથમ ક્રમ. વર્ષ-2015માં અમદાવાદનો 15મો ક્રમ હતો જે આ વર્ષે પ્રથમ નંબરે આવ્યો છે. જેને લઈ અમદાવાદ મનપા કચેરીએ સફાઈ કર્મચારીઓને અધિકારીઓએ મિઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં નવી દિલ્હીમાં સમારોહ યોજાયો જેમાં અમદાવાદનો નંબર પહેલો આવ્યો હતો. ગાંધીનગર શહેરને પાંચમો નંબર મળ્યો હતો. અમદાવાદને પ્રોમિસિંગ ક્લીન સિટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો. પ્રોમિસિંગ ક્લીન સિટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે. આ વખતના સર્વેક્ષણમાં થીમ "રીડ્યુસ, રીયૂઝ, રિસાયકલ "રાખવામાં આવી હતી વડોદરાનો નંબર ગયા વર્ષે દેશમાં 33મો હતો. આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ સીટીઝ, શ્રેષ્ઠ ત્રણ સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીનસિટીનો રાજ્ય સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો.

